નજર તારી હશે ના તારા કાબૂમાં, પડશે તકલીફ તને જોવામાં
સમજ હશે જો સમજણની બહાર, આવશે ક્યાંથી ત્યાં સમજમાં
દિલ હશે ના જો તારા કાબૂમાં, રહેશે સ્થિર ક્યાંથી એ પ્રેમમાં
જબાન વાળતી રહેશે લોચા, રાખીશ ના જો એને તારા કાબૂમાં
સંબંધ દેશે ના સાથ જીવનમાં, કર્યા ના હશે જો દૃઢ એને જીવનમાં
સમયની રહેશે પાડતો બૂમ જીવનમાં, કર્યો ના હશે ઉપયોગ સાચો જીવનમાં
પાડી હશે આદત દુઃખો ગજાવવાની, લાગશે ભાર એનો જીવનમાં
સ્ફૂર્તિભર્યા વિચારો ને જીવન કેળવ્યું ના જીવનમાં લાગશે બોજો જગમાં
અદબ વાળીને ના બેસજે તકલીફોમાં, ચીંધશે પુરુષાર્થ રાહ એમાં
મહાનતા મળતી નથી, પામવી પડે કાર્યોથી એને તો જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)