તું છે એવી ને એવી રહેવાની, તારી સુધરેલી આવૃત્તિ મળતી નથી
યુગો થયા છે એ જ રીતરસમ તારી, બદલી કાંઈ એમાં તો આવી નથી
જ્યાં સર્વસંપૂર્ણ છે તું ત્યાં, તારી સુધારેલી આવૃત્તિ મળવાની નથી
તારાં ભજનોની ને પૂજાની મળશે આવૃત્તિ, તારી આવૃત્તિ મળતી નથી
જ્યાં મારી વાતો તારા ગળે નથી ઊતરવાની તારી સુધારેલી...
નથી દેતી તું કોઈને તું, તારી સુધારેલી આવૃત્તિ કેમ કરી મને મળવાની
આવૃત્તિ ને આવૃત્તિની પાછળ રહી છે, મને તું જગમાં વહેડાવતી નથી મળતી…
એક ને એક પ્રીત રાખે છે તું તો તારી, નથી એને છૂપાવતી મળશે મને
હશે મારા જેવા તારી પાસે અનેક, દઈ ના શકીશ ક્યાંથી સહુને તારી સુધારેલી આવૃત્તિ
કરી રહ્યો છું વિનંતી, નથી તું સાંભળતી, હવે કહી દે હું કોની ભલામણ લાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)