કેમ કરીને કહું, જાશો ના તમે હવે નયનોમાંથી, કેમ કરીને કહું
મુસીબતે વસાવ્યા નયનોમાં કેમ હવે સમજાવું. જાજે ના બહાર નયનોમાંથી
હતા દૂર તમે હતા દૂર અમે, વસાવ્યા જ્યાં નયનોમાં જાશે ના એમાંથી
તમારી દૃષ્ટિથી જોવાં છે દૃશ્યો, નામ ન લેજો હટવાનું અમારી દૃષ્ટિમાંથી
મન નાચી ઊઠે ને ચહેરો મુસ્કુરાય જોઈને તમને, ના જાશો નયનોથી દૂર
સમય પછી મળ્યો છે દિલને આનંદભર્યો આરામ, શું કહું તમને
ભૂલ્યા માયા, ભૂલ્યા ભ્રમણાઓ બધી, જોઈને તમને, ના જાશો નયનોથી દૂર
અદૃશ્ય તાંતણા એવાં બંધાયા, ના ચાલે એના પર અમારું કોઈ જોર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)