કોઈ કાનમાં કહેતું ને કહેતું જાય, જીવજે જીવન પૂરા સાનભાનમાં
પડવું છે જીવનમાં પ્રેમમાં, પડજે જીવનમાં, પ્રભુના પૂરા પ્રેમમાં
કરજે નક્કી પાક્કી મંઝિલ તારી, રહેજે ના પડજે ના એમાં દ્વિધામાં
કેળવજે નિર્લેપતા, જાજે ના જીવનમાં ડૂબી તો રાગદ્વેષમાં
વધાવજે જીવનની હર ક્ષણને હૈયાનાં તારા ખુલ્લા હાસ્યમાં
લેવા-દેવા વધાર ના અન્ય સાથે, બાધા એ બનશે પ્રભુના ધ્યાનમાં
અન્યને હાથમાં રાખવા કર ના કોશિશો, રાખ વિચાર ભાવો ને મનને તારા હાથમાં
અસફળતા કે સફળતા, લાવશે માયા, કર કોશિશો પ્રભુના મિલનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)