દિલ જેવું ના હોત તો હાલત જગની કેવી થાત
ઝીલત સ્પંદનો ક્યાંથી, ને કોને જઈને એ કહેત
થાત આંખના ઇશારાથી વાતો ઝાઝી, ગોટાળા ઝાઝા થાત
ના કરત કોઈ વિચાર એકબીજાનો, પોતાની રીતે ચાલ્યા કરત
શુષ્કતા વ્યાપત સઘળે, ના કોઈ આનંદમાં રહેત
સંવેદના ને વેદનાને ના કોઈ ભાષા મળત
ના દિલમાં ભાવો ઊભરત, ના જગમાં ક્યાંય આનંદમંગળ હોત
ના કોઈની સાથે કોઈનું જોડાણ રહેત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)