માયાનાં નર્તન છે ગમે એવાં મુક્તિમાં બાધા નાખનારાં
જન્મોજનમ નિહાળ્યાં નર્તન એનાં જનમફેરા ના અટક્યા
કરે કર્મોની શૃંખલા ઊભી, મથ્યા જનમભર ના તોડી શક્યા
માયામાં ડૂબ્યા એવા, ભૂલી ગયા પાછા માયામાં લપેટાયા
જાગી ન જાગી તડપ પ્રભુ મિલનની, તરસ્યા એમાં રહી ગયા
ફેરવી નજર કર્યાં દર્શન માયાનાં, સમજી ના શક્યા હતા પ્રભુ છૂપાયેલા
હતા વનસ્પતિ પશુ, પક્ષી, પ્રાણીમાત્રમાં પ્રભુ તો છૂપાયેલા
દર્દ જગાવી પાડી ચીસો, પ્રભુ દોડ્યા ના દોડ્યા લીલા કરી રહ્યા
ભરાવી પીવરાવી અહંના પ્યાલા, રહ્યા પ્રભુ જગને એમાં ચલાવતા
બન્યા ક્યાંક તો પૂરક એવા, સમજવા મુશ્કેલ એને બન્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)