દિલ, દર્દની દુનિયામાં એવું ડૂબી ગયું, સુખની હસ્તીને ભૂલી ગયું
ચારે બાજુ દર્દના નવા નવા આકારોને એ નીરખતું રહ્યું
સત્તા દર્દની જ્યાં એ સ્વીકારતું ગયું, ખુદની શક્તિ ઘટાડતું રહ્યું
દિલે બનવું હતું ધામ ઉમંગનું, નિરાશાનું ધામ બનતું ગયું
સહારો ના એ જોઈ શક્યું દર્દની બહાર નજર ના ફેંકી શક્યું
દર્દ જ્યાં બુદ્ધિ સુધી પહોંચી ગયું નીકળવાના રસ્તા ના શોધી શક્યું
પડી અસર દિલની જયા નજરમાં, આંખોને ઉંડી એ ઉતારતુ ગયું
વાદળ વિના પણ દર્દના ઘેરા વાદળમાં તો ઢંકાઈ ગયું
જગમાં પણ ઘેરા વાદળમાંથી ફૂટતાં કિરણો જોયાં, ના વિચારી શક્યું
ના રહી શક્યું, ના સહી શક્યું, અસહાય ખુદને સમજી રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)