Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 411 | Date: 15-Mar-1986
સીધો તારો મારગ નથી, વાંકોચૂંકો એ ચાલ્યો જાય
Sīdhō tārō māraga nathī, vāṁkōcūṁkō ē cālyō jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 411 | Date: 15-Mar-1986

સીધો તારો મારગ નથી, વાંકોચૂંકો એ ચાલ્યો જાય

  No Audio

sīdhō tārō māraga nathī, vāṁkōcūṁkō ē cālyō jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1986-03-15 1986-03-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1900 સીધો તારો મારગ નથી, વાંકોચૂંકો એ ચાલ્યો જાય સીધો તારો મારગ નથી, વાંકોચૂંકો એ ચાલ્યો જાય

ફિકર ના કરતો તું, જ્યાં સુધી તારી દિશા ના બદલાય

મારગે મળશે કાંટા ઘણા, જોજે એમાં તારા પગ ના પડી જાય

વીણી-વીણી નાખજે બાજુ પર, ને ચાલતો રહેજે તું સદાય

પાણીની તરસ લાગશે ઘણી, `મા' નામનું અમૃત પીજે સદાય

નામનું અમૃત પીવું ભૂલીને, જોજે માયાનું ઝેર ન પી જવાય

હસતા-હસતા ચાલશે જો તું, વાટ આકરી ના બની જાય

ધ્યાન બીજે ના રાખજે તું, જોજે વાટ ના ચૂકી જવાય

વાટમાં મળશે ઘણા સાથે, જોજે અધવચ્ચે રહી ના જવાય

સમય એમ જો વિતાવીશ તું, જોજે સાંજ ન ઢળી જાય

સાંજ પડતાં ડર લાગશે ઘણો, વાટ તો ક્યાંય નહીં દેખાય

ત્યારે હૈયામાં શ્રદ્ધાનો દીપ જલાવજે, મક્કમ ડગલાં ભરજે સદાય

અંતે તારું સ્થાન આવશે જ્યારે, ત્યારે `મા' નાં દર્શન થાય

`મા' નાં દર્શન થાતાં તને, વાટનો થાક તરત ઊતરી જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sīdhō tārō māraga nathī, vāṁkōcūṁkō ē cālyō jāya

phikara nā karatō tuṁ, jyāṁ sudhī tārī diśā nā badalāya

māragē malaśē kāṁṭā ghaṇā, jōjē ēmāṁ tārā paga nā paḍī jāya

vīṇī-vīṇī nākhajē bāju para, nē cālatō rahējē tuṁ sadāya

pāṇīnī tarasa lāgaśē ghaṇī, `mā' nāmanuṁ amr̥ta pījē sadāya

nāmanuṁ amr̥ta pīvuṁ bhūlīnē, jōjē māyānuṁ jhēra na pī javāya

hasatā-hasatā cālaśē jō tuṁ, vāṭa ākarī nā banī jāya

dhyāna bījē nā rākhajē tuṁ, jōjē vāṭa nā cūkī javāya

vāṭamāṁ malaśē ghaṇā sāthē, jōjē adhavaccē rahī nā javāya

samaya ēma jō vitāvīśa tuṁ, jōjē sāṁja na ḍhalī jāya

sāṁja paḍatāṁ ḍara lāgaśē ghaṇō, vāṭa tō kyāṁya nahīṁ dēkhāya

tyārē haiyāmāṁ śraddhānō dīpa jalāvajē, makkama ḍagalāṁ bharajē sadāya

aṁtē tāruṁ sthāna āvaśē jyārē, tyārē `mā' nāṁ darśana thāya

`mā' nāṁ darśana thātāṁ tanē, vāṭanō thāka tarata ūtarī jāya
English Explanation Increase Font Decrease Font

Kakaji says

Walking on the path of spirituality, is not a straight path, It is a crooked path.

Don't worry unless and until your direction changes.

There shall be lots of thorns, take care that your feet does not fall into it.

Pick up the thorn's & keep aside. Don't stop keep on walking.

On the path you shall feel very thirsty, then drink Amrit (nectar) of Divine Mother's name.

But if you forget to drink Amrit (nectar) of mother's name, be cautious you don't drink poison of Maya (illusions).

If you laugh & laugh and walk on your path. See that your path does not become difficult .

Don't pay attention to anything else, be cautious that you don't miss your path.

On the path you shall meet many more, see that you don't stuck in between.

If you spend your time so lavishly, see that evening does not fall.

As the evening falls with darkness, you shall be afraid, as due to darkness you won't be able to see the path.

Then lit the lamp of faith in your hearts, which shall help you to put your step ahead firmly.

In the end you shall surely reach your destination, where the Divine Mother shall be seen.

As you see the Divine Mother in your sight all your fatigue and pain shall vanish immediately.
Scan Image

Gujarati Bhajan no. 411 by Satguru Devendra Ghia - Kaka
First...409410411...Last