ના આન એની જાળવી શક્યા, ના શાનથી જીવન જીવી શક્યા
છે હકિકત આ જીવનની જગમાં, જીવન આવું જીવી રહ્યા
ના હૈયેથી વેર હટાવી શક્યા ના પ્રેમમાં ડૂબી શક્યા પ્રેમમાં રંગાઈ ગયા
ના મનને રોકી શક્યા, ના પાછળ દોડી શક્યા બૂમો એની પાડતા રહ્યા
જિંદગી રહી રૂપો બદલતી, જીવનમાં ના રૂપ એના ઓળખી શક્યા
ના મંઝિલ સર કરી શક્યા, જીવનને ઊંચી નજરથી ના જોઈ શક્યા
વિચારોને ના પકડી શક્યા, ના પાછળ દોડી શક્યા, ના કાંઈ પામી શક્યા
ચાલવું હતું મુક્તિની રાહે, બંધનો બાંધતા ગયા ના તોડી શક્યા
ધીરજ વિનાની કરી મુસાફરી, મંઝિલે પ્હોચ્યા પહેલા રસ્તો બદલી બેઠા
આવે જીવનમાં સુખદુઃખના વાયરા, ના મુક્ત એનાથી રહી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)