નયનોથી જરા નયનો મેળવી જો, દિલના ભાવોને જરા સ્પર્શી જો
રહ્યું છે ને રહેવા ચાહે છે તારું, અહેસાસ જરા એનો કરી જો
તરંગે તરંગો ભર્યા છે તારા ભાવોના, તરંગો જરા ખાત્રી એની કરી જો
દીધી નથી વસવા, મૂર્તિ બીજી નયનોમાં, તારી મૂર્તિ નિહાળી જો
દીધો નથી દગો પ્યારને, દિલમાં પ્યારની હૂંફ તો માણી જો
આવ્યા છીએ નજદીક એવા, એકતાની હૂંફ તો માણી જો
રહેશો ના તમે ત્યાં તમે, જરા નયનોના ઊંડાણમાં ખોવાઈ જો
છલકાતા પ્રેમના સાગરને એમાં, પ્રેમના પ્યાલા ભરી ભરી પી જો
અટકાવશે ના મિલન આપણું એમાં, જરા સમજદારી એની કરી જો
જાશે ભુલી દુઃખ સકળ જીવનનું, જરા અનુભવ એનો લઈ જો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)