લેવું છે નામ દિલથી એવું, આપી શકે સ્થિરતા દિલને એવું
છોડવા છે મનથી વિચારો બીજા, છે પ્રભુમાં ચિત્તને તો જોડવું
સંજોગોએ પાડ્યા ભંડાણ ભાવમાં, ભાવમાં તો છે સ્થિર રહેવું
ઘણી આશાઓ તૂટી, ખોટી આશાઓને સહારે નથી રહેવું
ઉત્સાહને ઉમંગમાં જીવનમાં તો છે સદાયે રહેવું
નથી વસવા દેવા દુઃખદર્દને હૈયામાં, દૂર એનાથી છે રહેવું
પ્રભુ નામ છે સાચી મૂડી જીવનની, ભેગી કરવા છે એને રહેવું
વાપરીએ કે ના વાપરીએ એ મૂડી, નથી કંગાળ એમાં રહેવું
ત્રિલોકીનાથને પડશે જાવું મળવા, નજરાણું છે આ ધરવું
અવગુણોથી દિલને કરવું છે ખાલી, છે નામ પ્રભુનું પ્રેમથી ભરવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)