દિલ તો છે મારું ને મારું ભર્યું, છે દર્દ પરાયું ને પરાયું
વાણી છે ભલે મારી, ગાઈ રહ્યું છે એ પોતાનુ ગાણું
ચાલું છું રાહે ભલે મારી, લાગે છે તોયે બધું અજાણ્યું
રંગ રમાડ્યા મને તો એવા, અક્કલને મારી દેવું પડ્યું તાળું
ભાવો ભલે છે મારા, લાગે કદીક બધું એ પુરાણું
પુકારું પ્રભુને જ્યારે ને ત્યારે, નથી ભાવમાં કાંઈ ઠેકાણું
ગણું છું જીવનને તો મારું, રહ્યું છે ભાગ્યને હાથ બંધાણું
પુણ્યને ગણતો રહ્યો મારું, પાડી રહ્યું છે પાપ એમાં કાણું
જીવન છે જગમાં ભલે મારું, વિવિધતા ભરેલું છે અથાણું
છે જીવનની હકિકત આવી, શોધાય ક્યાંથી પ્રભુનું ઠેકાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)