હસતા હતા હસતા હતા, જીવનની હળવી પળોમાં હસતા હતા
કરી હતી કંઈક ભૂલો કંઈક મૂર્ખાઈ, કરી યાદ એને, હસતા હતા
દંભ વિનાનું દિલ બન્યું, આવરણ આડંબરનું જ્યાં હટ્યું
કરી હતી મૂર્ખાઈ જીવનમાં ઘણી, કરી યાદ હળવી પળમાં હસતા હતા
હૈયાની હળવાશમાં મહાણી એ પળો, હળવાશથી હસતા હતા
ના દુઃખ યાદ આવ્યું ના મુખ મરોડાયું, હળવાશથી હસતા હતા
હટી ગઈ હૈયેથી કડવાશ, પામ્યું પ્રેમની મીઠાશ, હળવાશથી હસતા હતા
હર શ્વાસ બન્યા હળવા, જોમ એ દેતા ગયા, દ્વાર આનંદના ત્યાં ખૂલ્યા
યાદો જાગી સોનેરી, આપી ગઈ તાજગી, દબાણ દુઃખદર્દના ઘટ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)