વરસી ગયાં વરસી ગયાં, ભરેલા વાદળ વરસી ગયાં
વરસી વરસી હળવાં બન્યાં, પવન સંગે મુસાફરી કરતા ગયા
વરસી વરસીને પસાર થાતા ગયા, પ્યાસ અનેકની બુઝાવતા ગયા
હૈયે ઊભરાય છે ઘના વાદળ, ક્રોધ એ ના વરસાવી ગયા
નવા નવા મોસમની અસરમાંથી એ પસાર તો થાતા ગયા
કયારે જીવનને શાંતિનું જળ તો ક્યારેક અશાંતિ પાતા ગયા
વરસ્યાં ક્યારેક ઘોઘમાર, તો ક્યારેક છંટકાવ એ કરતાં ગયાં
ક્યારેક દર્દ હરતાં ગયાં, તો ક્યારેક દર્દથી એ ભરતાં ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)