ચડ્યો નશો જીવનને જીવનમાં, ચડ્યો નશો થોડો થોડો
નજરથી નજર મળી નજર ઢળી, ઢળતી નજરનો ચડ્યો નશો, થોડો થોડો
બેચેની મળી દિલને, બેચેનીનું દર્દ મળ્યું દિલને તો થોડું થોડું
ભુલાઈ દુનિયા ભુલાયું ભાન ખુદનું, બેખુદી મળી ત્યાં થોડી થોડી
નશીલી નજરની થઈ અસર નજર પર, છળતી ગઈ નજર થોડી થોડી
ના બેભાન બન્યા, ના રહ્યા ભાનમાં, ચડતા ગયા નશા થોડા થોડા
નજર તો મળી, નજર ના હટી મળી મસ્તી નજરને, મળી મસ્તી થોડી થોડી
ના શબ્દો સર્યા, ના વાક્યો બોલ્યા, નજરને દિલ ભાવમાં ડૂબ્યા ડૂબ્યા થોડા થોડા
બની હાલત બંનેની એવી ગમી હાલત બંનેને હાલત ગમી થોડી થોડી
થોડા થોડા થોડા થોડા થોડા થોડા થોડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)