અસ્તિત્વ મને મારું દીધું, હટી જ્યાં એ નજર નજરથી દુઃખ વિરહનું અનુભવ્યું
ઝણઝણાવ્યા દિલના તાંતણાં જેણે, દિલને અમૂલ્ય સંગીત દીધું
એ નજરમાં ચેતનવંતું ચેતન હતું ભર્યું, દિલને એણે ચેતનવંતું એવું કર્યુ
હતી એ નજરમાં ઉષ્મા એવી ભરી ભરી, દિલને એણે ઉષ્માભર્યું કર્યુ
વરસ્યું પ્રેમનું બિંદુ એ નજરમાંથી, દિલે એને ઝીલ્યું, પ્રેમસાગર એ બની ગયું
વરસાવી આનંદના બિંદુઓની વર્ષા, દિલે ઝાલ્યું એનું બિંદુ આનંદસાગર એ બની ગયું
વરસાવી ભાવોના બિંદુઓની વર્ષા, ઝીલ્યું દિલે એનું બિંદુ ભાવસાગર એ બની ગયું
વરસાવી તેજ નવું અનોખું, બિંદુ ઝીલ્યું દિલે તો એ બિંદુ, તેજનો સાગર એ બની ગયું
હતું એક એક બિંદુ એનું ધ્યાનનું બિંદુ, ઝીલતા તો એને દિલ ધ્યાનનો સાગર બની ગયું
હતી ટપકતી નજરમાંથી સમજણની ધારા, ઝીલ્યું જ્યાં એ તો, જ્ઞાનનો સાગર બની ગયું
ઝરે શક્તિનું બિંદુ સદા એ નજરમાંથી, ઝીલ્યું જ્યાં દિલે એતો શક્તિ નો સાગર બની ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)