ના કોઈ રોકી શકે તને, તારા વિના તારી મંઝિલે પહોંચતા
સર કરવી પડશે અનેક મંઝિલો તારે, તારી મુખ્ય મંઝિલે પહોંચવા
ગણતો ના સર કરેલી મંઝિલોને, હટાવતો ના લક્ષ્યમાંથી મંઝિલ તારી
સમય છે થોડો વેશ છે ઝાઝા, રાખજે આ લક્ષ્યમાં મંઝિલે પહોંચવા
રોકશે બહારના જેટલા, રોકશે એથી વધુ તારા અહંને અંદર રહેલા
આવશે ના કોઈ તને હાથ દેવા, તારી મંઝિલે તો પહોંચાડવા
સમયનો સાથ મળ્યો છે, ના રોકાતો ચાલતો રહેજે મંઝિલે પહોંચવા
ભરીને હિંમતને ધીરજ વધજે આગળ તું જીવનમાં મઝિલે પહોંચવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)