રાખીને જીવનમાં દોર હાથમાં તારા, કરવું હોય તે કરજે
હશે દોર અન્યના હાથમાં, ગુલામ એનો બનીને તો રહેશે
માલિક મટીને ના બનજે ગુલામ, આટલું જીવનમાં કરજે
કરશે વિચાર આવશે ખ્યાલ ના, અનેકોનો ગુલામ બનીને ના રહેજે
સુખનો આધાર છે આના ઉપર, સારી રીતે આ સમજી લેજે
રાખજે વૃત્તિઓ ઉપર લગામ, ના ગુલામી એની તો કરજે
પ્રેમનો દોર રાખજે હાથમાં તારા, ના વિષયોમાં દોડવા દેજે
ઇચ્છાઓનો દોર રાખજે હાથમાં તારા, જ્યાં ત્યાં ના દોડવા દેજે
ગુણોનો દોર રાખજે હાથમાં તારા, ના દુર્ગણો પાછળ દોડજે
કરીશ જીવનમાં આટલું, મુક્તિનો દોર તારો હાથમાં રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)