જીવનની રીત સમજાઈ ગઈ, હતી ના વાત જે ધ્યાનમાં ધ્યાનમાં આવી ગઈ
પ્રેમ તો છે જીવનનું અમૃત, ધીર ધીરે આ વાત સમજમાં તો આવી ગઈ
અહંના ઠેસનું દુઃખ સમજાયું અન્યના ઠેસના દુખની વાત ધ્યાનમાં આવી ગઈ
જીરવાયું ના અપમાન ખુદનું, અન્યના અપમાનની વેદના સમજમાં આવી ગઈ
ઇચ્છાઓ મચાવે તોફાન હૈયામાં, જાગતા અગાધ ઇચ્છાઓ વાત ધ્યાનમાં આવી ગઈ
સત્ય જાગે છે મજબૂત મન, ક્યારેક મનને વાત આ સમજાઈ ગઈ
અજાણ્યા સંગે પ્રીત જાગી, વાત માયાના તાંતણાની સમજમાં આવી ગઈ
વૃત્તિઓ ના રહી નવરી, જાગી જ્યાં તાણ હૈયામાં, આ વાત સમજાઈ ગઈ
લાગે મનને જ્યાં ઓછું, દુઃખ દોડી આવતું વાત આ ધ્યાનમાં આવી ગઈ
ઊછળતા મનના ને દિલના મોજા શાંત પડ્યા, હાજરી પ્રભુની એમાં સમજાઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)