સમય કેમ જાય છે સમજાતું નથી, ચાહું છું પકડવા સમયને પકડાતો નથી
કરવું છે જીવનમાં તો ઘણું ઘણું, રાહ જોવાની તો કોઈ તૈયારી નથી
સમયને સાથમાં લઈ પહોંચાતું નથી, સમય રાહ તો કોઈની જોતો નથી
સમયે રાહ જોઈ નથી કોઈની, સમય રાહ મારી પણ જોવાનો નથી
કાઢ્યાં હશે કંઈક બહાનાં જીવનમાં, સમયનું બહાનું તો કાઢવું નથી
કર્યું જીવનમાં જે જે, કરીશ જીવનમાં જે જે, સમય સાક્ષી રહ્યા વિના રહેવાનો નથી
વીત્યા કંઈક જન્મો સમયમાં, જાણવી હશે વાતો જન્મોની, પહોંચવું પડશે પાસે સમયની
સાચું કે ખોટું જાણવું નથી, જાણવા નથી જાણીને સમયને ગુન્હેગાર બનાવવો નથી
સમય સાથે પાડવાં છે પગલાં જીવનમાં, મારે પાછળ ને પાછળ એની રહેવું નથી
જાણવા કરામત સમયની ને જોવા, આગળ એનાથી વધ્યા વિના ઇલાજ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)