જીવનની દોડમાં પાછળ ને પાછળ, રહી ગયો, રહી ગયો, રહી ગયો
ખોટી વાતોમાં વિતાવ્યો સમય, સમય પસાર થઈ ગયો, હું રહી ગયો
તાસીર છે જીવનની સમજવું ને ભુલવું, એમાં ને એમાં તો રહી ગયો
કરવું હતું ઘણું ઘણું જીવનમાં, આળસમાં ને આળસમાં તો રહી ગયો
કર્યા જીવનના નક્શા ઊભા, એને અમલમાં મૂકવામાં રહી ગયો
અંદાજ બાંધ્યા ખોટા, આશાને આશામાં એમાં તો રહી ગયો
બાંધવા હતા મજબૂત સબંધો, ખોટી આદતોમાં તો રહી ગયો
કરવું શું ને શું ના કરવું, અનિર્ણયમાં ને અનિર્ણયમાં રહી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)