કહું છું સદા, થાય છે જીવનમાં જે જે છે એમાં મરજી તારી
કરીને ટુકડા દિલના મારા, એવી કઈ હતી દિલમાં મરજી તારી
કર્યા ટુકડા ભેગા, ના સાંધી શક્યો એને શું છે એવી મરજી તારી
હરેક ટુકડામાં ભર્યું હતુ અસ્તિત્વ મારું, મિટાવી દેવું શું હતી મરજી તારી
ના રાખ્યા કાબૂમાં વિચાર, ઇચ્છા કે ભાવો, છે શું એમાં મરજી તારી
આવે સંકટ કરે ઘા જીવનને સુધારવા, છે શું એમાં મરજી તારી
રાખે રડતા કદી ભૂખ્યા, સમજાતી નથી છે શું એમાં મરજી તારી
માનું છું એ જ થાય છે બસ એ જ જેમ હોય મરજી તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)