કોના રે પ્રેમના પ્યાસા બનશો તમે, કોના રે ભાવમાં ભિંજાશો તમે
છે એ એવો એક જ ઉપકારી, કરી ઉપકાર રહે જે છુપાતો ને છુપાતો
એના રે પ્રેમના પ્યાસા બનજો તમે, એના રે ભાવમાં ભિંજાજો તમે –
કરો તમે તમને ગમે, એને ગમે કે ના ગમે, તરછોડે ના કદી એ તમને –
છલકાતો રહે સદા એનો પ્રેમનો સાગર, ખૂટે ના કદી એનો ભાવનો સાગર
કદી ના એ અટક્યો પ્યાર કરતા તમને, સુકાયો ના કદી ભાવનો સાગર જોજે
માતપિતાની છે બેલડી એ એકમાં, મળશે પ્રેમને ભાવ બંને એમાં તમને –
નથી એ આગળ કે પાછળ, એ તો છુપાયો છે તમારામાં ને તમારામાં–
છે કરુણાના સાગર એવા એ, રહે સદા બનીને કૃપાના સાગર એ –
ના દૂર રહે એ, પાસે એવો એ શોધવા એને તો મુશ્કેલ બને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)