બંધને બંધના સમયમાં મારે જીવનમાં ઘણાં બંધો પાળવા છે
પાળીને ઘણા બંધો તો જીવનમાં, જીવનમાં મારે નિર્બંધ થાવું છે
બોલવું કે કરવું નથી ખોટું જીવનમાં, નકરવાનો જીવનમાં બંધ પાળવો છે
કેળવવી છે સહનશીલતાની શક્તિ, જીવનમાં અસત્યનો બંધ પાળવો છે
ખોવી નથી નજરોની વિશાળતા, અનિષ્ઠ જોવું નથી સાચું એનાથી જોવું છે
અવગુણો પર કરી સવારી, લઈને કાબૂમાં સદ્ગુણોમાં જાવું છે
નજરને નીર્લેપતા બક્ષી, જીવનમાં અલિપ્ત મારે થાવું છે
કરી પ્રવેશ સમજદારીમાં, નાસમજદારીનો બંધ જીવનમાં પાળવો છે
ભાવોને કાબીલ નથી, રાખી નથી શક્યો ભાવોને કાબૂમાં
જીવનમાં ખોટા ભાવોનો બંધ પાળવો છે, નિર્બંધ મારે થાવું છે
દુઃખીને દુઃખી સદા રહ્યો જીવનમાં, કરવા નથી દુઃખી અન્યને
જીવનમાં દુઃખી ના થવાનો, બંધ જીવનમાં પાળવો છે
ફોગટ વાણી નથી વહાવવી, આશય વિનાની વાણી પર બંધ પાળવો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)