અનેક પંખીડાં બેઠાં એક જ ડાળ ઉપર (2)
ઉડી ગયાં જુદી જુદી દિશામાં, કરવા આરામ બેઠાં એક જ ડાળ ઉપર
માનવી પંખીડા, કર્મોની પાંખો ફફડાવી, થયાં છે ભેગા ધરતી ઉપર
ફફડાવી ફફડાવી કર્મોની પાંખો, કર્મોની દિશામાં તો ઉડી જવાના
કર્યા મેળાપ ઘડી બેધડીના, પાંખો ફફડાવી કર્મોની ઉડી જવાના
હતા મૂકામ પળ બે પળના, બંધનો બાંધી નવા, એમાં બંધાયા
હતા મેળાપ એમાં પળ બે પળના, તાંતણા મજબૂત તોયે બંધાયા
ઉડ્યા કર્મોની પાંખોએ, પ્રીતના તાંતણા એવા બંધાયા
ઉડ્યા ભલે ડાળ પરથી, મનડાં દૃષ્ટિ નાંખતા રહ્યા
હતા લાચાર કર્મોની પાંખથી ના રોક્યા રોકાઈ શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)