રંગી દે જવાની જીવનને એવું, બનાવી દે એને એ જોશે જવાની
જગાવે ઉર્મિઓ દિલમાં એવી, રચે જીવનમાં તો એ અનોખી કહાની
રોકી ના શકે રસ્તા એના તોફાનો, ખેલે ખેલ ખેલે એમાં મર્દાનગી
ચાલે રાહે એ પ્રેમની જ્યારે, ખીલી ઉઠે ત્યારે પ્રેમની ગલી ગલી
નજર જીવન ઉપર જ્યાં એની મંડાણી, જીવનને ચાર ચાંદ દે લગાવી
રહે સંયમમાં જ્યારે જીવનમાં, જાળવવી પડે રાહે જીવને તો એની
સત્યને રાખે સમીપ, રાખે પૂરી તૈયારી સત્યને પચાવવાની
ચાલ ચાલે એવી તું એવી, મંઝિલ પર પહોંચવાની રાખે પૂરી તૈયારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)