કહેવા દે પ્રભુ, આજ મને તને તો જરા
રાખ્યું છે બધું તેં તારા હાથમાં, રાખ્યું છે તેં અમારા હાથમાં
રાખ્યા કર્મોને યત્નો તેં અમારા હાથમાં, રાખ્યું ફળ તારા હાથમાં
નથી અફસોસ એનો કાંઈ દિલમાં, છે વિનંતી ભરમાવો ના એમાં
થાય છે અચરજ મને, રાખી બધું હાથમાં, ડૂબ્યો ના તું અહંમાં
છે સદા યત્નો તારા, સદા રાખવા અમને ખુશીમાં જગમાં
બનાવેએ નિષ્ફળ યત્નો તારા, રહે નિષ્ફળ જગમાં એમાં
પહોંચે દિલના દાવા ક્યાંથી પાસે તારી, હોય કચાશ જ્યાં દિલમાં
દુઃખદર્દ લે છે ઉધામા દિલમાં, જ્યાં નાંખ્યા છે એણે ધામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)