પૂર્વ જનમનાં કર્મો તારાં, આવશે સદા તારાં તારી સાથમાં
દોષ ના કાઢ તું અન્યનો, ભાવિ રહ્યું છે તારું તારા હાથમાં
ભૂલો કરતો રહ્યો સદાય, રડતો રહ્યો તું વાત-વાતમાં
દોષ ના કાઢ તું અન્યનો, ભાવિ રહ્યું છે તારું તારા હાથમાં
મોહમાં સદા તું ડૂબતો રહ્યો, ભટકતો રહ્યો તું સંસારમાં
દોષ ના કાઢ તું અન્યનો, ભાવિ રહ્યું છે તારું તારા હાથમાં
સદવિચારો તો કરતો રહ્યો, પણ છોડતો રહ્યો તું વાત-વાતમાં
દોષ ના કાઢ તું અન્યનો, ભાવિ રહ્યું છે તારું તારા હાથમાં
સમયની મૂડી તું થોડી લાવ્યો, વેડફી રહ્યો તું સદા આળસમાં
દોષ ના કાઢ તું અન્યનો, ભાવિ રહ્યું છે તારું તારા હાથમાં
સંયમની દોરી તે રાખી ઢીલી, ઠોકરો ખાતો રહ્યો સદા તું જગમાં
દોષ ના કાઢ તું અન્યનો, ભાવિ રહ્યું છે તારું તારા હાથમાં
સફળતામાં સદા ફુલાઈ રહ્યો, માનતો રહ્યો તુજ સમ નથી કોઈ જગમાં
દોષ ના કાઢ તું અન્યનો, ભાવિ રહ્યું છે તારું તારા હાથમાં
નિષ્ફળતા મળતાં અકળાઈ રહ્યો, બહાનાં કાઢ્યાં તે અન્યનાં
દોષ ના કાઢ તું અન્યનો, ભાવિ રહ્યું છે તારું તારા હાથમાં
સીધા પાસા સદા નથી પડ્યા કોઈના, સદા આ જગમાં
દોષ ના કાઢ તું અન્યનો, ભાવિ રહ્યું છે તારું તારા હાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)