છું દીવાનો છું દીવાનો પ્રભુ તારા પ્યારનો, પરવાનો છું તારી શમાનો
જગ કહે ભલે પાગલ મને, નામ પ્રભુ તારું તો નથી છોડવાનો
મરી મીટવાની છે રાહ મારી, તારા પ્રેમમાં હું મરી મીટવાનો
જીવનમાં બનવું છે તારો ને તારો, તને મારો તો જરૂર બનાવવાનો છે
જાણવું નથી ક્યાં છે તું, હૈયામાં છે તું વસનારો, નથી હું હૈયા વિનાનો
માંડી છે લડત ભાગ્ય સામે, છું સદા સાથ એમાં તારો માંગનારો
કરે કોશિશો સંજોગો ઝુકાવવા, નથી એની સામે તો હું ઝૂંકી જનારો
અણું અણુંમાં છે પ્રવાહ વહેતો તારો, બનવું છે મારે એને ઝીલનારો
જગ તો છે તારી એક ફુલવાડી, છું એમાનું એક મહેકતું પુષ્પ તારો
રહેવું છે તારી મસ્તીમાં મસ્ત, તારી દયાની મસ્તીમાં છું રહેનારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)