લખાયો પાપપુણ્યનો હિસાબ એ કેવી ચોપડીમાં (11)
હિસાબ એનો ના ખૂટે (2)
કરું જરા જ્યાં ઓછું એમાં, વધારોને વધારો એમાં થાતો રહે
ના માંડનારો એમાં થાકે, ના બળનારો એનો તો થાકે
ફળ ગણો કે ગણો શિક્ષા, જનમ ફેરા એમાં એ આપે
પડ્યા ફળના સુખદુઃખ વિભાગ બે, એ મળતા રહે
ઘેરી લે જીવનને કદી એવું, રસ્તા એમાં તો ના સુઝે
દેખાય ના લખનાર એનો એ, ફેરવો નજર ભલે બધે
કર્યું બધું એ તો લખાયું, ના છટકી એમાંથી શકાયે
આપી પુરાંત એમાંથી થાકી, થાતા પૂરી ઉપર એ બોલાવે
નવા હિસાબને નવા ચોપડા, નવું ખાતું એ તો ખોલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)