કર્યા પછી કર ના અફસોસ એનો, કરવું હોય તો કરજે યત્નો તું એને સમજવાનો
રહી સહી મૂડી હિંમતની તારી, અફસોસ એને સાફ કરી જવાનો
છે જીવન તો કોરી કિતાબ સહુની, અરે કરતા યત્નો ખુદને ખુદથી છુપાવવાના
કરી દૂર આવરણો ખુદના, પડશે ઊતરવું ખુદે ખુદના અંતરમાં ઊંડા
આ છે યત્નો સાચા ને સાચા, અફસોસ નથી એમાં કદી જાગવાના
સાચા યત્નો ને સાચા પ્રયત્નો તને મંઝિલ તરફ તો લઈ જવાના
જીવનમાં રહેવાનુ છે જાગ્રત સદા, એ તને એ તને સમજાવી દેવાના
પોતાના હર વિચાર ને ભાવ ને પડશે તને કાબૂમાં રાખવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)