Hymn No. 9656
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19143
રહી રહીને સાથે ને સાથે રહી રહીને પાસે ને પાસે
રહી રહીને સાથે ને સાથે રહી રહીને પાસે ને પાસે, માડી તું કંઈ પરાઈ નથી છીએ અમે તો સંસારી, રહે વાત રોજ બનતી નવી ને નવી, તને અમે કહ્યા વિના રહેવાના નથી કરીએ સામનો અમે વંટોળોનો, કરીએ સામનો અમે તોફાનોનો, તારો સાથ માગ્યા વિના અમે રહેવાના નથી રહ્યા છીએ કરતા સામનો સમયનો જીવનમાં, અમે એમાં થાક્યા વિના રહ્યા નથી, તારા ખોળે આરામ લીધા વિના રહેવાના નથી એક તો સતાવે માડી માયા રે તારી એક તો સતાવે, અમારા કર્મોની ઉપાધિ, તારું શરણું લીધા વિના અમે રહેવાના નથી જ્યાં જ્યાં પડે દૃષ્ટિ અમારી, જોઈએ ત્યાં માયા તારી રમતી ને રમતી, તારા સાથની હાકલ પાડયા વિના અમે રહેવાના નથી કરવા ચાહીએ ભક્તિ તારી રે માડી, આડખીલી બને છે એમાં ઇચ્છાઓ અમારી, બહાર કાઢજે હવે અમને એમાંથી નજર નજરમાં મનડું અમને નાચ નચાવે, સ્થિર રહેવા પડે એમાં જરૂર તારી રહ્યા છીએ વિચારો ને વિચારો કરતા જીવનમાં, ગણીએ છીએ અમે તો તને અમારા વિચારોની શક્તિ દીધું છે હૈયું તે અને ભર્યા છે એમાં અમે રે ભાવો, રહેજે રહેજે એમાં રે તું બનીને અમારી ભાવનાની મૂર્તિ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahi rahine saathe ne saathe rahi rahine paase ne pase,
maadi tu kai parai nathi
chhie ame to sansari, rahe vaat roja banati navi ne navi,
taane ame kahya veena rahevana nathi
karie samano ame vantolono, karie samano ame tophanono,
taaro saath magya veena ame rahevana nathi
rahya chhie karta samano samayano jivanamam, ame ema thakya veena rahya nathi, taara khole arama lidha veena rahevana nathi
ek to satave maadi maya re taari ek to satave, amara karmoni upadhi,
taaru sharanu lidha veena ame rahevana nathi
jya jyam paade drishti amari, joie tya maya taari ramati ne ramati, taara sathani hakala padaya veena ame rahevana nathi
karva chahie bhakti taari re maadi, adakhili bane che ema ichchhao amari, bahaar kadhaje have amane ema thi
najar najar maa manadu amane nacha nachave,
sthir raheva paade ema jarur taari
rahya chhie vicharo ne vicharo karta jivanamam,
ganie chhie ame to taane amara vicharoni shakti
didhu che haiyu te ane bharya che ema ame re bhavo,
raheje raheje ema re tu bani ne amari bhavanani murti
|