મન છે તારા જીવનનું દર્પણ, રહી છે બદલાતી એમાં છબી તો તારી
બનાવજે ના જીવનને દુઃખોનું દર્શન, ફેલાવજે અંતરની સુવાસ તો તારી
પામતા નથી જીવનમાં સહુ બધુંને બધું, દે છે વધારી દિલમાં એ બેકરારી
જીવન તો છે હારજીતનો સરવાળો તારો, રાખજે સદા એમાં તકેદારી
અમલમાં પડશે મૂકવા જીવનમાં તો, વિચારોને તો વિચારી વિચારી
હકદાર છે જ્યાં તું પૂરુંષાર્થનો જીવનમાં, રહેજે જાગ્રત વાપરવામાં સમજદારી
પ્રેમતણાં પાઠ પડશે ભણવા સાચા, ચાલશે ના એમાં ઉઠાંતરી
કહેશો તો શું કહેશો પ્રભુને, ચાહે છે એ તો સદા જીવનની તારી વફાદારી
છે અદ્ભુત જીવન ને જીવનની રચના, માગે સદા તારા કર્મોની જવાબદારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)