ક્ષણની પણ બેદરકારી ચાલશે ના, ધ્યેય પ્રત્યે તો તારી (7)
છે જીવન તો જ્યાં, જગમાં તારી તો પૂર્ણતાની મુસાફરી
રહ્યો બેદરકાર વિચારોને વર્તનમાં, આવશે ભોગવવાની તો વારી
પૂર્ણતા તો જીવનમાં રાખે છે તારી, બસ અપેક્ષા જાગૃતિની ભારી
લોભને લાલચ તો છે જીવનમાં, તને ડુબાડવાની બારી
ડૂબ્યો બની બેદરકાર જ્યાં એમાં, એકવાર ડૂબવાની રાખજે તૈયારી
ક્ષણ વિતેલી મળવાની નથી પાછી, જાગૃતિ રાખવી પડવાની
સમજીને વધજે આગળ તો ધ્યેયની પ્રાપ્તિ જરૂર થાવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)