લેવા છે રે નિર્ણય જીવનમાં, જીવનમાં હવે ઝટપટ ઝટપટ ઝટપટ (7)
કરવા છે પાર હવે એને રે જીવનમાં, છોડી બધી ખટપટ ખટપટ ખટપટ
કરી ચિંતાઓ ખોટી જીવનમાં, વધારવી નથી દિલની ધકધક ધકધક ધકધક
ચાલવું છે સાચી કેડીએ જીવનમાં, હવે તો પટપટ, પટપટ, પટપટ
લેવા કે દેવા નથી ખોટા દિલાસાઓ દિલને, કરવું છે બધું ઝટઝટ, ઝટઝટ, ઝટઝટ
રંગી દો જીવનને ભક્તિના રંગે, જામે દિલમાં નિત્ય એની રમઝટ, રમઝટ, રમઝટ
જીવનમાં સાંભળવી નથી ઇચ્છાઓની ખોટી કટકટ, કટકટ, કટકટ
સમય સમય પર સમયની ચાલતી રહેશે ટકટક, ટકટક, ટકટક
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)