જગમાં જ્યાં આવ્યો છે તું, બનીને એક પ્રવાસી
આનંદસ્વરૂપ ભૂલીને તારું, બન્યો છે તું કેમ ઉદાસી
સત્ સ્વરૂપ ભૂલીને તારું, માયામાં રહ્યો છે અટવાઈ
મુક્ત સ્વરૂપ હતું જ્યાં તારું, જગનાં બંધનથી ગયો બંધાઈ
કર્મોનું ચક્કર ચાલતું રહ્યું, સદા રહ્યો તું એમાં ફસાઈ
વીસરી ગયો ઉદ્દેશ તારો, સદા રહ્યો તું તો ભરમાઈ
જગમાં છે મહેમાન તું થોડો, તોય જગથી રહ્યો તું બંધાઈ
સાચું સ્વરૂપ ભૂલીને તારું, ગયો વીસરી પ્રભુની સગાઈ
સાચું સ્થાન છે પ્રભુ દ્વારે, જગમાં તોય ગયો લપેટાઈ
તૈયારી કરી દે તારી જવાની, સદા આવશે સાથે તારી ભલાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)