Hymn No. 9663
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19150
મેળવવામાં ને મેળવવામાં જગનું ધન, જીવનમાં ધન અંતરનું એમાં ખોયું
મેળવવામાં ને મેળવવામાં જગનું ધન, જીવનમાં ધન અંતરનું એમાં ખોયું રહ્યો ગુંથાયેલો એમાં એટલો, અંતરના ધન તરફ ધ્યાન ના વળ્યું મેળવવામાં લાલસાઓ રહી વધતી, શોધી ના શક્યો ધન અંતરનું હતું છુપાયેલું ખોયો આરામ ખોઈ શાંતિ, હતી જરૂર જેની હતું ધન એ તો અંતરનું ફુટ્યા અંકુરો એમાં વેરને ઇર્ષ્યાના, અંતરના ધનની એ રાખ કરતું રહ્યું હતી મંઝિલ અંતરની અંતરમાં, હતું ધન એના એમાં દુર્લક્ષ્ય એમાં એનું થયું જગમાં મેળવવામાં ને મેળવવામાં, અંતરના સંતોષનું ધન એમાં ખોયું ગુંથાયો એમાં જીવનમાં એટલો, પ્રેમને ને હૈયાને અંતર એમાં પડયું હતાં ખોલવાં દ્વાર સુખનાં એનાથી, જીવનમાં એમાં દ્વાર દુઃખનું ખોલ્યું થાક્યો જ્યાં જગના ધનથી જીવનમાં, અંતરના ધન તરફ મુખડું વળ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
melavavamam ne melavavamam jaganum dhana, jivanamam dhan antaranum ema khoyum
rahyo gunthayelo ema etalo, antarana dhan taraph dhyaan na valyum
melavavamam lalasao rahi vadhati, shodhi na shakyo dhan antaranum hatu chhupayelum
khoyo arama khoi shanti, hati jarur jeni hatu dhan e to antaranum
phutya ankuro ema verane irshyana, antarana dhanani e rakha kartu rahyu
hati manjhil antarani antaramam, hatu dhan ena ema durlakshya ema enu thayum
jag maa melavavamam ne melavavamam, antarana santoshanum dhan ema khoyum
gunthayo ema jivanamam etalo, prem ne ne haiyane antar ema padyu
hatam kholavam dwaar sukhanam enathi, jivanamam ema dwaar duhkhanum kholyum
thaakyo jya jag na dhanathi jivanamam, antarana dhan taraph mukhadu valyum
|
|