રમી રહ્યા છે સહુ રમત, ચલક ચલાણું પારકે ઘેર ભાણું
જરૂરિયાત ટાણે અચકાય નહીં ધરવા, ત્યાં તો પોતાનું તરભાણું
રહે છે સદા કર્યા વિના, સ્વીકારવા તો સહુનું નજરાણું
લાખ ઉપાયો કામ નહીં આવે, પડયું હશે જો નસીબમાં કાણું
સંભાળવી નથી જવાબદારી જીવનમાં, દિલનું નથી અરે કોઈ ઠેકાણું
ભોગ ટાણે રહ્યો છે એ સ્વીકારી બધું, નથી કરતો ત્યારે એ પેલે ઘેર ઘેર ભાણું
યશ લેવા પહેલા દોડે, અપયશ ટાણે કહે પેલે ઘેર ભાણું
સુખ સઘળું પોતે ભોગવવા ચાહે, દુઃખ સમયે કહે પેલે ઘર ભાણું
કરતો ને કરતો રહ્યો છે માનવ તો આવું, ચલક ચલાણું પારકે ઘેર ભાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)