Hymn No. 9671
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19158
તારો પ્રેમ પ્રભુ, મારા દિલની જવાનીને સદા જુવાન રાખે છે (10)
તારો પ્રેમ પ્રભુ, મારા દિલની જવાનીને સદા જુવાન રાખે છે (10) દિલમાં અસ્ત થતા વિશ્વાસને, જીવનમાં સદાબહાર રાખે છે સંજોગો જીવનના હતાશામાં ડુબાડે છે, પ્રેમ તારો એમાંથી બહાર કાઢે છે મળી સંપત્તિ તારા પ્રેમની, દિલ અન્ય સંપત્તિની ના ખેવના રાખે છે ચડી મસ્તી તારા પ્રેમની દિલ પર, એ મસ્તીને સદા મસ્ત રાખે છે તારો પ્રેમ તો પ્રભુ જીવનમાં, બળહીનને પણ બળવાન રાખે છે કરું યાદ જ્યાં તને પ્રભુ, મારા મનને ને ભાવને એ જકડી રાખે છે તારો પ્રેમ તો પ્રભુ, અશક્યને પણ એ શક્ય બનાવે છે રહી રહીને પણ તારી આ દુનિયામાં પ્રભુ નવી દુનિયા વસાવે છે તારો પ્રેમ તો પ્રભુ જીવનમાં, તારા જેવો બનવાની પ્રેરણા આપે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taaro prem prabhu, maara dilani javanine saad juvan rakhe che (10)
dil maa asta thaata vishvasane, jivanamam sadabahara rakhe che
sanjogo jivanana hatashamam dubade chhe, prem taaro ema thi bahaar kadhe che
mali sampatti taara premani, dila anya sampattini na khevana rakhe che
chadi masti taara premani dila para, e mastine saad masta rakhe che
taaro prem to prabhu jivanamam, balahinane pan balavana rakhe che
karu yaad jya taane prabhu, maara mann ne ne bhavane e jakadi rakhe che
taaro prem to prabhu, ashakyane pan e shakya banave che
rahi rahine pan taari a duniya maa prabhu navi duniya vasave che
taaro prem to prabhu jivanamam, taara jevo banavani prerana aape che
|
|