લૂંછાયા ના આંસુઓ જીવનમાં કોઈના, આંસુઓ પાડવાનો વારો આવ્યો
હૈયાંસરસાં ચાંપ્યા ના અન્યના દુઃખને, દુઃખને ચાંપવાનો વારો આવ્યો
પાયા ના પ્યાલા પ્રેમના કોઈને, જીવનમાં પ્રેમમાં તરસ્યા રહેવાનો વારો આવ્યો
લૂંટી કંઈકની આનંદની ધારા, જીવનમાં આનંદમાં લૂંટાઈ જવાનો વારો આવ્યો
કર્યા અપમાનિત અન્યને, જીવનમાં અપમાનિત થવાનો વારો આવ્યો
સુખચેન લૂંટયા જીવનમાં અન્યના, પોતાના સુખચૈન લૂંટાવાનો વારો આવ્યો
હરી શાંતિ કંઇક ની જીવનમા, ખુદની શાંતિ લુટાવાનો વારો આવ્યો
સમયની કિંમત ના કરી શકયો સાચી, પસ્તાવાનો વારો આવ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)