Hymn No. 428 | Date: 07-Apr-1986
|
|
Text Size |
 |
 |
1986-04-07
1986-04-07
1986-04-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1917
જ્યાં મારી વાત તને કહું ના કહું, માડી ત્યાં તું એ સમજી જાતી
જ્યાં મારી વાત તને કહું ના કહું, માડી ત્યાં તું એ સમજી જાતી માડી, હું તો કંઈક માગું ન માગું, ત્યાં માડી તું તો એ દઈ દેતી પુકાર તને હજી કરું ના કરું, ત્યાં માડી તું તો એ સાંભળી લેતી જનમોજનમનો વિયોગ છે તારો, હવે વધુ વિયોગ વેઠાતો નથી હૈયે ભાવ ભરી નમું ના નમું, ત્યાં ભાવ મારા તું સ્વીકારી લેતી હૈયું રૂદન કરવા લાગે ના લાગે, ત્યાં ખબર મારી તું લઈ લેતી હૈયે શંકા જ્યાં જાગે ના જાગે, નિરાકરણ તું તેનું કરી દેતી ડગલાં બે જ્યાં તારી સામે ચાલુ ન ચાલુ, સામે તું તો દોડી આવી મૂંઝવણમાં હું પડું ન પડું, ત્યાં પ્રેમથી તું મુજને નીરખી લેતી પાપનો હૈયે જ્યાં ભાર વધે, ત્યાં માડી તું એ ખાલી કરી દેતી ધ્યાનમાં ચિત્ત સ્થિર કરું ના કરું, ત્યાં ધ્યાનમાં તું આવી જતી લેતો નામ તારું જ્યાં પ્રેમથી, ત્યાં પ્રેમથી હૈયે લગાવી દેતી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jya maari vaat taane kahum na kahum, maadi tya tu e samaji jati
maadi, hu to kaik maagu na magum, tya maadi tu to e dai deti
pukara taane haji karu na karum, tya maadi tu to e sambhali leti
janamojanamano viyoga che taro, have vadhu viyoga vethato nathi
haiye bhaav bhari namum na namum, tya bhaav maara tu swikari leti
haiyu rudana karva laage na lage, tya khabar maari tu lai leti
haiye shanka jya jaage na jage, nirakarana tu tenum kari deti
dagala be jya taari same chalu na chalu, same tu to dodi aavi
munjavanamam hu padum na padum, tya prem thi tu mujh ne nirakhi leti
paap no haiye jya bhaar vadhe, tya maadi tu e khali kari deti
dhyanamam chitt sthir karu na karum, tya dhyanamam tu aavi jati
leto naam taaru jya premathi, tya prem thi haiye lagavi deti
Explanation in English
Here Shri Devendra Ghia ji ( Kakaji) is talking about the merciful large hearted Eternal Mother in this Gujarati Bhajan, And his faith in the Eternal Mother
As a mother she is always available for her child in whatever situation the child is only just take her name.
Whether I say or not you understand what I want to say.
Whether I ask or not O'Mother you have given me.
Whether I call you from my heart or no you listen to me
I have departed from you since so many births but I cannot bear it anymore.
Whether I chant your name with intensity in my heart or no. You accept my emotions.
If my heart is in sadness you notice it.
A step or two I walk or no you come running to help me.
Whether I am confused or no you look at me with love.
If the weight of sin grows in my heart you bother to empty it.
Whether I stable my mind in meditation or no, You surely come in my meditation.
If I just take your name in love, there would be love all over.
|