આજ ગઈ એવી કાલ ગઈ, બદલાઈ ના હાલત, એ એવીને એવી રહી
ઇરાદાને મનસૂબાના ભાર ના હટયા, બરબાદી સમયની થાતી રહી
કર્મની ધરતી પર કર્મની ખેતી થાતી રહી, પકડ ઢીલી એની ના પડી
પ્રેમનાં વાવેતર સુકાયાં જીવનમાં, વેરની ખેતી તો થાતી રહી
ખોટા વિચારોને ખોટી આશાની ધારામાં, દૃશ્યમાં બદલાતી રહી
મંઝિલે પહોંચ્યું ના જીવન, મંઝિલો જીવનમાં જ્યાં બદલાતી રહી
રહી મારતી ઘા કિસ્મત જીવનને, વેરણ છેરણ એમાં જિંદગી બની
સમજાણી ના ચાલ જીવનની, વીતી ગઈ એમાં અમારી જિંદગાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)