ઓ મુક્ત મુક્તિનારે દાતા, કેમ જાગી ગઈ આજ ઇચ્છા તને,
અમારી ઇચ્છાઓને રોકવાની
અરે નામ કેમ નોંધાવી દીધું તે નાદાનીયતમાં, કરીને આવી નાદાનીયત તું, અમારા મોઢે તારા વખાણ કરવા શું માંગે છે
કરું છું જગમાં હું બધું તારા કાજે, જો અમારા કાજે કરત તો,
ઇચ્છા જગાવી હૈયામાં અમારા શાને કાજે
આવું ગાંડપણ સૂઝ્યું શાને તને, છતાં કહેવું પડે છે શાણપણ તને,
તારા ઉદગારો પહોંચે કે ના પહોંચે પાસે અમારી,
આપી દે પુરાવો પહોંચ છે પ્રાર્થના પાસે તમારી
સમજી રીત તારી ના સમજાણી, કઈ રીતે પ્રીત તારી અમને ઓળખવી,
મથીએ જાણવા એને તોય રહી અમારાથી એ અજાણી
માયામાં રમાડી રમાડી તારી રાહથી અમને ભરમાવી,
શાને તે અમારી મતિ મુંઝાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)