શું કહું કેમ કહું ક્યાંથી કહું, થાતી નથી મુલાકાત જ્યાં આપણી
ઇચ્છાઓ રહે છે જાગતી ધરું ચરણે તમારા ક્યાંથી, થાતી નથી મુલાકાત જ્યાં આપણી
રહ્યા છે રસ્તા રોકી પાળ્યા પોષ્યા પોતાના ગણી, થાતી નથી મુલાકાત આપણી
થઈ ના થઈ જેવી મુલાકાત થાય છે મુલાકાત, થાતી નથી મુલાકાત જ્યાં આપણી
સમજો ભલે તમે અમને, સમજી શકીએ તો તમને ક્યાંથી, થાતી નથી મુલાકાત જ્યાં આપણી
જાગે સાચી સમજ કયાંથી રે અમારા હૈયે, થાતી નથી મુલાકાત જ્યાં આપણી
ચાહીએ નજદીકતા, પામીએ કયાંથી એ ને, થાતી નથી મુલાકાત જ્યાં આપણી
પામે અંતર ચેન અમારું રે કયાંથી, થાતી નથી મુલાકાત જ્યાં આપણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)