તે શું કર્યું તે કેવું કર્યું, તારા ને તારા હાથે જીવનમાં ઘણું ઘણું ખોયું
મળ્યું પારસમણિ જેવું જીવન, તારી હાથે તેં એ વેડફી દીધું
હતી ભરી ભરી શક્તિ, તારા વિચારો તારા દિલમાં ને મનમાં
વહાવી પ્રવાહો એના ઉલ્ટા, તારાને તારા હાથે તારી શક્તિનું ખૂન તેં કર્યુ
દિલને આખું એવું કેવું કર્યું, તારા ને તારા હાથે દિલને દુઃખની પેઢી પર ધરી દીધું
વાતે વાતે જગાવી શંકાઓ હૈયામાં, તારા ને તારા હાથે જ્યાં પ્યારનું ખૂન તે કર્યુ
રાખ્યું દિલને ધીરજ વિનાનું, તારા ને તારા હાથે ફળ અનું તો તેં ખોયું
ત્યજીને નિર્મળતા જીવનમાં, લીધો આશરો લોભલાલચનો જીવનમાં
તારા ને તારા હાથે તારા જીવનને તો તેં ચકરાવે ચડાવી દીધું
કરતોને કરતો રહ્યો અહંમાં તું, કહેતોને કહેતો રહ્યો, પ્રભુએ આવું શાને થવા દીધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)