અરે તારી બનાવેલી વાનગી, પ્રભુ આજ તને પીરસું છું
જેવી છે એવી ધરાવી છે તને, ખાઈ લેજે પ્રેમથી એને ખાઈ લેજે, છે એમાં તારી ખાનદાની
તારા મસાલામાંથી બન્યા છીએ અમે જેવા ને તેવા, છે પુરી તને એની જાણકારી
થઇ છે કેવી સ્વાદમાં છે કેવું જાણે છે આ બધું તું ને તું ફરિયાદ એમાં નથી ચાલવાની
જન્મો જન્મ લાગ્યા છે અમને એમાં બનાવવાને એવી રે વાનગી
આદત છે તને જુદી જુદી વાનગી ખાવાની, છે આદત તારી એતો પુરાણી
ના કાઢતો કોઈ બહાનાં, ના કરતો વાત તું ટાળવાની
કડવાશ ને તીખાશ હશે ભરેલા એમાં ભરપૂર, આ વાત નથી તારાથી અજાણી
ભાવે તને સ્વાદ જેવો, એવો બનાવવાની છે તારી ને તારી જવાબદારી
કહીને આ બધું કરતા નથી, વાત અમે જવાબદારીથી છટકવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)