રાહ જોઈ જોઈને થાક્યો તોય, મારો વાલો મારા મનમાં ના આવ્યો
મારા મનને નચાવી નચાવી ને જગમાં, એતો શું પામ્યો રાહ જોવરાવી
કરે આવીને છેડતી એવી રે મારી, એમાં ને એમાં મનમાં ને મનમાં હું મુંઝાયો
ચાલી ચાલ એણે એવી ઉલ્ટી, મારી શ્રદ્ધાના પાયાને ડગમગાવી ગયો
ખટક્યું એને એવું રે શું એના રે મનમાં, શાને આ ખેલ મારી સાથે ખેલ્યો
હતું ડુબવું એની યાદોમાં ને યાદોમાં રહ્યો, એની યાદોને ભુલાવતો ને ભુલાવતો
જાવું હતું મને પાસે એની, રહ્યો એતો ફરતો ને ફરતો રાહ જોઈને
હૈયાને સજાવ્યું મેં તો પૂરું તોય એતો એમાં વસવા ના આવ્યો...રાહ જોઈ…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)