વિયોગ તારો નથી વેઠાતો `મા', રાહ જોવરાવીશ તું ક્યાં સુધી
તને ગોતી-ગોતી હું તો થાક્યો `મા', રાહ જોવરાવીશ તું ક્યાં સુધી
જગમાં હું તો ખૂબ ભટકતો રહ્યો `મા', હવે ભટકાવીશ તું ક્યાં સુધી
નયનો તારાં દર્શનનાં છે પ્યાસાં `મા', હવે તરસાવીશ તું ક્યાં સુધી
પાપમાં હું તો સદા રહ્યો છું ડૂબી `મા', હવે ડુબાડીશ તું ક્યાં સુધી
આશાઓ કંઈક તૂટતી રહી છે `મા', હવે તોડતી રહીશ તું ક્યાં સુધી
મન મને ખૂબ થકવી રહ્યું છે `મા', હવે થકવીશ તું ક્યાં સુધી
તારા ઘા તો સહન કરતો રહ્યો `મા', હવે ઘા મારીશ બીજા તું ક્યાં સુધી
પાસે આવી દૂર ભાગતી રહી `મા', હવે છુપાઈ રહીશ તું ક્યાં સુધી
હૈયું મારું તડપતું રહ્યું છે `મા', હવે મૂંઝવીશ મને તું ક્યાં સુધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)