દૂર દૂરથી અવાજ આવે છે, કોઈ મને બોલાવે છે
લાગે કદી પાસે કદી દૂર, અવાજ જાણીતોને જાણીતો લાગે છે
ઝણઝણાવી અંતરના તારને, હસ્તી ખુદની ભુલાવી ખુદમાં સમાવે છે
અપરિચિત ત્યાં પરિચિત બની જાય છે, ના હતા પરિચય જેના, પરિચય અપાવે છે
સંભળાતા સાદ એનો, ભુલું ભાન મારું, અલૌકિક ભાન એ જગાવે છે
ચીરી વાદળો બહાર આવી, બહારના પ્રકાશ પ્રકાશ બદલાય છે
બંધનોની ખેંચમાંથી ખેંચાઈ એક એક બંધન તૂટતા ને તૂટતા જાય છે
દૃષ્ટિમાં ના આ આવતા તેજના અલૌકિક સાગરમાં, વિહાર કરાવતો જાય છે
ના ત્યાં અંધારૂં છે તેજ છે ના કોઈ હાસી છે, કેવળ અનુભવને અનુભવનું જ્ઞાન છે
બની ગઈ મુક વાચા ત્યાં, બની ગઈ દૃષ્ટિ શૂન્ય જીવન બધું જીવંત જણાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)