માંડી છે રમત જીવનમાં કિસ્મત સામે, છીએ હસતાને ખેલતાં ખેલાડી
કિસ્મતની નજરે દીધું છે જીવન સજાવી, ભરી જીવીએ છીએ હૈયે યાદ હૂંફાળી
દુઃખદર્દને દીધાં નથી નાંખવા ધામા હૈયે, કિસ્મત સામે રે રમત જ્યાં મંડાણી
હર સજામાં એની માણીએ મજા, ભલે ના કોઈ વાત એની અમને સમજાણી
ના કરીએ કોશિશ જાણવા, ચાલ રહી છે સદા એની અમારાથી તો અજાણી
હિંમતને વિશ્વાસથી વધશું આગળ જીવનમાં, વાત નથી કરવી કોઈ રડવાની
ખુદની જંગ, ખુદ સામે, ખુદે છેડી છે, તૈયારી કરવી છે ખુદે એને જીતવાની
કર્મની ડાયરીમાં લખી છે ઘણી કવિતાઓ, રાખી છે તૈયારી એને સાંભળવાની
સમજવું છે કઠણ કિસ્મતને હરપલ હરહાલમાં હારજીતની રમઝટ છે જમાણી
ભેટ સૌગાત એની સ્વીકારતાં જઈએ છીએ, છીએ હસતાને ખેલતાં ખેલાડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)